COVID-19ની રસીઓ (વૅક્સિન્સ) વિશે

નીચેની માહિતીને આ વેબસાઈટ માટે કૅનેડાની સરકાર તેમજ અન્ય વૈજ્ઞાનિક અને તબીબી સ્ત્રોતોનો ઉપયોગ કરીને તબીબી વ્યાવસાયિકો તેમજ લોક-સ્વાસ્થ્યનાં નિષ્ણાતો દ્વારા વિકસાવવામાં આવી છે. અલબત્ત તેનો હેતુ એક તબીબી સલાહ તરીકે આપવાનો નથી. જો COVID-19ની રસી (વૅક્સિન) સાથે સંબંધિત જો તમારે કોઈ પ્રશ્નો હોય તો હંમેશાં એક લાયકાત ધરાવનાર સ્વાસ્થ્ય સંભાળ આપનારની સલાહ લો.

COVID-19ના વાયરસ સામે રોગ અવરોધક રસી (વૅક્સિન) મૂકાવવાથી તમે માંદા પડવામાંથી અથવા Covid-19ને કારણે મૃત્યુ પામવામાંથી તમારી જાતને બચાવી શકો છો. ઉપરાંત, કૅનેડામાં COVID-19ના ફેલાવાને અટકાવવા માટે વાયરસનાં સામુદાયિક રોગ-સંક્રમણને અટકાવવા માટે પૂરતી સંખ્યામાં કૅનેડાનાં લોકોએ રોગ અવરોધક રસી (વૅક્સિન) મૂકાવવી જોઈએ.

ભલેને વ્યક્તિ COVID-19ને કારણે મૃત્યુ ન પામે, તેમ છતાં પણ તે લાંબા સમય સુધી જટિલ અસરો ધરાવી શકે છે જેમાં યાદશક્તિ ગુમાવવી, અતિશય થાક, ન સમજી શકાય તેવી શ્વાસની સમસ્યાઓ હોવી તેમજ ફેફસાં અને હૃદયમાં નુકસાન થવાનો સમાવેશ થાય છે.

જો મોટાભાગનાં લોકો રોગ-પ્રતિરક્ષિત હોય, તો વાયરસ ફેલાવવાની સંભાવનામાં ઘટાડો થાય છે. “હર્ડ ઈમ્યૂનિટી” (સમૂહ રોગ–પ્રતિરક્ષા)ને મેળવવા માટે આપણે ઓછામાં ઓછી 75% જેટલી વસ્તીને રોગ અવરોધક રસી (વૅક્સિન) મૂકાવવી જોઈએ, જેથી કરીને આપણે આપણા રોજબરોજના સામાન્ય જીવન તરફ પાછા ફરી શકીએ, ધંધા-રોજગાર ફરીવાર ચાલુ કરી શકીએ, એકબીજાને આલિંગન આપી આપણા પ્રિય લોકોને ફરીવાર મળી શકીએ.

ના, તમામ COVID-19ની રસીઓ (વૅક્સિન્સ) વિનામૂલ્યે મળે છે.

જૂનના મધ્યભાગમાં, રોગ-પ્રતિરક્ષા પરની રાષ્ટ્રીય સલાહકાર સમિતિ (NACI)એ બીજા ડોઝ માટે COVID-19 રસી (વૅક્સિન)ની વિનિમયક્ષમતા પર તેની ભલામણોને અપડેટ કરી. આ મિશ્ર રસી (વૅક્સિન)ના સમયપત્રકમાંથી સંભવિત સારી પ્રતિરક્ષા પ્રતિભાવના ઉભરતા પુરાવાઓના આધારે, એસ્ટ્રાઝેનેકાનો પ્રથમ ડોઝ પ્રાપ્ત કરનારા વ્યક્તિઓ માટે હવે mRNA (એમઆરએનએ) રસીને પ્રાધાન્ય આપવામાં આવે છે.

જો તમારા પ્રથમ ડોઝ તરીકે તમને mRNA રસી (ફાઈઝર બાયોએનટેક અથવા મોડર્ના) પ્રાપ્ત થઈ છે, તો તમને તમારા બીજા ડોઝ તરીકે mRNA રસી આપવામાં આવશે. તમે પહેલી વખત જે રસી (વૅક્સિન) પ્રાપ્ત કરી તે જ પ્રકારની રસી (વૅક્સિન) મેળવો તેને પ્રાધાન્ય આપવામાં આવે છે, જ્યાં સુધી તે સહેલાઇથી ઉપલબ્ધ ન હોય અથવા અજ્ઞાત હોય ત્યાં સુધી, તે કિસ્સામાં અન્ય પ્રકારની mRNA રસી (વૅક્સિન) લેવાનું બરાબર છે. બંને સમાન રીતે સલામત અને અસરકારક છે.

જો તમે તમારા પ્રથમ ડોઝ તરીકે એસ્ટ્રાઝેનેકા લીધી હોય, તો તમે તમારા બીજા ડોઝ તરીકે એસ્ટ્રાઝેનેકા લેવાનું પસંદ કરી શકો છો, પરંતુ NACI હવે ભલામણ કરે છે કે તમે તમારા બીજા ડોઝ માટે એક mRNA રસી (વૅક્સિન) લો.

કૅનેડામાં ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવેલી તમામ રસી (વૅક્સિન) સમાનરૂપે અને અસરકારક રીતે હોસ્પિટલમાં દાખલ થવાની શક્યતા અને ગંભીર માંદગીને ઘટાડે છે, અને તે તમામ COVID-19થી મૃત્યુ અટકાવવામાં લગભગ 100% અસરકારક છે.

મહત્વનો મુદ્દો એ છે કે તમારે સંપૂર્ણ સુરક્ષા માટે રસી (વૅક્સિન)ના બંને ડોઝ લેવાની રાહ જોવી જોઈએ નહીં. વાયરસના નવા વેરિયન્ટ (પ્રકારો) ઉદ્ભવી રહ્યા છે જે વધુ કેસો, હોસ્પિટલમાં દાખલ થવાના અને મૃત્યુના કારણ બની રહ્યા છે, અને આને રોકવા માટે સમૂહ રસીકરણ એકમાત્ર માર્ગ છે.

હેલ્થ કૅનેડા મુજબ, અને અંદાજે હજારોની સંખ્યામાં રસી (વૅક્સિન)નાં પ્રાપ્તકર્તાઓની નૈદાનિક અજમાયશ પર આધારિત છે:

બે ડોઝિસ લીધા પછી Pfizer-BioNTech 95% અસરકારક છે

સ્ત્રોત: https://www.canada.ca/en/health-canada/services/drugs-health-products/covid19-industry/drugs-vaccines-treatments/vaccines/pfizer-biontech.html

બે ડોઝિસ લીધા પછી Moderna 94% અસરકારક છે

સ્ત્રોત: https://www.canada.ca/en/health-canada/services/drugs-health-products/covid19-industry/drugs-vaccines-treatments/vaccines/moderna.html

બે ડોઝિસ લીધા પછી AstraZeneca 62% અસરકારક છે (ઉત્તર/દક્ષિણ અમેરિકન અભ્યાસોમાં 79%)
રીયલ વર્લ્ડ ડેટા એવું દર્શાવે છે કે હૉસ્પિટલમાં દાખલ થવામાંથી રોકવામાં AZ 80-90% અસરકારક છે.

સ્ત્રોત: https://www.canada.ca/en/health-canada/services/drugs-health-products/covid19-industry/drugs-vaccines-treatments/vaccines/astrazeneca.html

એક ડોઝ લીધા પછી Johnson & Johnson 66% અસરકારક છે તેમજ રીયલ ટાઈમ ડેટા એવું દર્શાવે છે કે ગંભીર માંદગી તેમજ હૉસ્પિટલમાં દાખલ થવામાંથી અટકાવવા માટે (>) 90%થી વધુ અસરકારક છે.

સ્ત્રોત: https://www.canada.ca/en/health-canada/services/drugs-health-products/covid19-industry/drugs-vaccines-treatments/vaccines/janssen.html

તમામ ચાર રસીઓ (વૅક્સિન્સ) ગંભીર COVID-19, હૉસ્પિટલમાં દાખલ થવાનું અને મૃત્યુ પામવાનું ટાળવા માટે સૌથી વધારે અસરકારક સાબિત થયેલી છે.

તે રસીઓ (વૅક્સિન્સ) અને વેરિઅન્ટ્સ (એક બીજાથી ભિન્ન સ્વરૂપો) વચ્ચે બદલાતું રહે છે.

પ્રત્યેક COVID-19ની રસી (વૅક્સિન) હાલમાં કૅનેડામાં ફેલાઈ રહેલ વેરિઅન્ટ્સ (એક બીજાથી ભિન્ન સ્વરૂપો) પૈકીનાં કોઈ પણ રૂપમાંથી ગંભીર માંદગી/મૃત્યુને અટકાવી શકશે.

ભલે કેટલાક સ્ટ્રેઈન્સ સામે રસીઓ (વૅક્સિન્સ) ઓછી અસરકારકતા દર્શાવતી હોય, તેમ છતાં ઉત્પાદકો તેમની રસીઓ (વૅક્સિન્સ) માટે નવા-નવા સંસ્કરણો તૈયાર કરી રહ્યા છે જેથી કરીને તે આ નવા વેરિઅન્ટ્સ (એક બીજાથી ભિન્ન સ્વરૂપો) સામે વધુ સારી રીતે કામ કરી શકે, જેથી કરીને તમે કદાચ ભવિષ્યમાં બૂસ્ટર ડોઝ મેળવી શકો, જેથી કરીને આગામી મહિનામાં અને આવનારા વર્ષોમાં તે અસરકારક સાબિત થઈ શકે.

Pfizer-BioNTech, Moderna, તેમજ AstraZeneca માટે બે ડોઝિસ લેવા જરૂરી છે કારણે કે પહેલો ડોઝ તમારા શરીરનાં રોગપ્રતિકારક પ્રતિભાવને “બીજો ડોઝ આપ્યા પહેલાં શરૂઆતની સારવાર આપવા તૈયાર કરે છે”: તમારું શરીર COVID-19ની સામે લડવા માટે બાહ્યરોગના જંતુઓનો સામનો કરનારા લોહીમાંના તત્ત્વો બનાવવાનું શીખે છે. બીજો ડોઝ મજબૂત અને વધુ લાંબો સમય માટે ટકતી રોગ-પ્રતિરક્ષા માટેનાં “મૂલ્યમાં વૃદ્ધિ” કરવાનું કામ કરે છે. સંપૂર્ણ રોગપ્રતિકારક રક્ષણ પૂરું પાડવા માટે બંને ડોઝિસ લેવા જરૂરી છે.

Johnson & Johnsonની રસી (વૅક્સિન)નું પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને એવું જાણવા મળ્યું હતું કે તે લોકોને રક્ષણ પૂરું પાડી શકે છે તેમ જ એક જ ડોઝથી રોગપ્રતિકારક રક્ષણરોગ પૂરી પાડી શકે છે.

Pfizer-BioNTech તેમજ Moderna: mRNAની રસીઓ (વૅક્સિન્સ).

COVID-19ને બનાવનારો mRNAનો એક નાનો ટુકડો જે COVID-19નું સ્પાઈક પ્રોટીન બનાવે છે તે તમારા કોષોમાં પ્રવેશ કરે છે અને COVID-19નાં વાયરસ સામે બાહ્યરોગના જંતુઓનો સામનો કરનારા લોહીમાંના તત્ત્વોને કેવી રીતે બનાવવા તે શીખવે છે. ત્યારબાદ mRNAને કલાકોમાં નાશ કરવામાં આવે છે અને પછીથી સૂચનાઓ પૂરી પાડવામાં આવે છે.

Astra Zeneca અને J&J: વાઈરલ વેક્ટર રસીઓ (વૅક્સિન્સ).

આ રસીઓ (વૅક્સિન્સ) (સામાન્ય શરદીના વાયરસની જેમ) એવા નિરુપદ્રવી વાયરસનો ઉપયોગ કરે છે જેને નબળો પાડવામાં આવ્યો છે અને ત્યારબાદ COVID-19નાં વાયરસની સ્પાઈક પ્રોટીનનાં ટુકડાનો ઉપયોગ કરીને સુધારવામાં આવે છે. ઉપરોક્ત આપેલી રસીઓ (વૅક્સિન્સ)માં પણ સમાન પ્રક્રિયા થાય છે જેનાંથી આપણા શરીરની પ્રક્રિયાઓને શરૂ કરી દેવામાં આવે છે જેથી બાહ્યરોગના જંતુઓનો સામનો કરનારા લોહીમાંના તત્ત્વોને બનાવી શકાય તેમજ અન્ય રોગ-પ્રતિરક્ષિત કોષોને પણ સક્રિય બનાવી શકાય.

તમારા પોતાના DNA સાથે ન તો કોઈ ક્રિયાપ્રતિક્રિયા કરે છે કે ન તો કોઈ તેમાં ફેરફાર કરે છે!

આમાંના કોઈ જીવંત COVID-19નો વાયરસ ધરાવતા નથી.

તમામ સમાન આડઅસરો ધરાવે છે: ઈન્જેક્શનનાં સ્થળ પર દુખાવો, થાક, તાવ અથવા ફ્લુ જેવા લક્ષણો, માથાનો દુખાવો, સ્નાયુ/સાંધામાં હળવો દુખાવો.

હેલ્થ કૅનેડાએ કૅનેડામાં COVID-19ની રસીઓ (વૅક્સિન્સ)નો ઉપયોગ કરવા માટે Pfizer-BioNTech, Moderna, AstraZeneca અને Janssen (Johnson & Johnson)ને માન્યતા આપી છે.

ના. COVID-19ની રસી (વૅક્સિન) સહિતકોઈ પણ રસી (વૅક્સિન) મેળવવાથી, COVID-19નાં પરિણામ પર અસર કરશે નહીં કારણ કે તે જીવંત રસી (વૅક્સિન) નથી.