તમારી રોગ અવરોધક રસી (વૅક્સિન) મૂકાવવા પહેલાં

નીચેની માહિતીને આ વેબસાઈટ માટે કૅનેડાની સરકાર તેમજ અન્ય વૈજ્ઞાનિક અને તબીબી સ્ત્રોતોનો ઉપયોગ કરીને તબીબી વ્યાવસાયિકો તેમજ લોક-સ્વાસ્થ્યનાં નિષ્ણાતો દ્વારા વિકસાવવામાં આવી છે. અલબત્ત તેનો હેતુ એક તબીબી સલાહ તરીકે આપવાનો નથી. જો COVID-19ની રસી (વૅક્સિન) સાથે સંબંધિત જો તમારે કોઈ પ્રશ્નો હોય તો હંમેશાં એક લાયકાત ધરાવનાર સ્વાસ્થ્ય સંભાળ આપનારની સલાહ લો.

હા, જે લોકોને અગાઉ COVID-19 થઈ ગયેલ છે તેમણે પણ રસી (વૅક્સિન)ના બંને ડોઝ લઈ લેવા જોઈએ. નિષ્ણાતો હજી સુધી જાણતા નથી કે COVID-19માંથી સાજા થયા પછી તમે ફરીથી બીમાર થવા માટે કેટલો સમય સુરક્ષિત છો. રસીકરણ એન્ટિબોડી પ્રતિસાદ બનાવીને બીમારીનો અનુભવ કર્યા વિના તમારું રક્ષણ કરવામાં મદદ કરશે.

જો તમને તાજેતરમાં COVID-19 થયો હોય, તો તમારે રસી (વૅક્સિન) લેતા પહેલા જ્યાં સુધી તમે સ્વસ્થતા ન અનુભવો અને તમારી સ્વ-અલગતાની અવધિ સમાપ્ત થાય ત્યાં સુધી રાહ જોવી જોઈએ.

જો તમારા પ્રથમ ડોઝ તરીકે તમને mRNA રસી (ફાઈઝર બાયોએનટેક અથવા મોડર્ના) પ્રાપ્ત થઈ છે, તો તમને તમારા બીજા ડોઝ તરીકે mRNA રસી આપવામાં આવશે. તમે પહેલી વખત જે રસી (વૅક્સિન) પ્રાપ્ત કરી તે જ પ્રકારની રસી (વૅક્સિન) મેળવો તેને પ્રાધાન્ય આપવામાં આવે છે, જ્યાં સુધી તે સહેલાઇથી ઉપલબ્ધ ન હોય અથવા અજ્ઞાત હોય ત્યાં સુધી, તે કિસ્સામાં અન્ય પ્રકારની mRNA રસી (વૅક્સિન) લેવાનું બરાબર છે. બંને સમાન રીતે સલામત અને અસરકારક છે.

જો તમે તમારા પ્રથમ ડોઝ તરીકે એસ્ટ્રાઝેનેકા લીધી હોય, તો તમે તમારા બીજા ડોઝ તરીકે એસ્ટ્રાઝેનેકા લેવાનું પસંદ કરી શકો છો, પરંતુ NACI હવે ભલામણ કરે છે કે તમે તમારા બીજા ડોઝ માટે એક mRNA રસી (વૅક્સિન) લો.

કૅનેડામાં ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવેલી તમામ રસી (વૅક્સિન) સમાનરૂપે અને અસરકારક રીતે હોસ્પિટલમાં દાખલ થવાની શક્યતા અને ગંભીર માંદગીને ઘટાડે છે, અને તે તમામ COVID-19થી મૃત્યુ અટકાવવામાં લગભગ 100% અસરકારક છે.

મહત્વનો મુદ્દો એ છે કે તમારે સંપૂર્ણ સુરક્ષા માટે રસી (વૅક્સિન)ના બંને ડોઝ લેવાની રાહ જોવી જોઈએ નહીં. વાયરસના નવા વેરિયન્ટ (પ્રકારો) ઉદ્ભવી રહ્યા છે જે વધુ કેસો, હોસ્પિટલમાં દાખલ થવાના અને મૃત્યુના કારણ બની રહ્યા છે, અને આને રોકવા માટે સમૂહ રસીકરણ એકમાત્ર માર્ગ છે.

એવી પ્રત્યેક વ્યક્તિ જે રસી (વૅક્સિન) મેળવશે તેને હજુ પણ લોક સ્વાસ્થ્યના માર્ગદર્શનને અનુસરવાનું રહેશે. એક વાર તમે રસી (વૅક્સિન) મેળવી લો પછી પણ એ બાબત અત્યંત મહત્વપૂર્ણ છે કે તમે નિવારક પગલાંની આદત કેળવવાનું ચાલુ રાખો, જેમાં તમારા હાથો સ્વચ્છ રાખવા, ઘરમાં નિવાસ ન કરતા હોય તેવા બહારનાં વ્યક્તિઓથી સલામત અંતર જાળવવું, તમામ સમયે માસ્ક પહેરી રાખવું, અને જ્યારે બીમાર હો ત્યારે ઘરમાં રહેવું. એવાં અનેક કારણો છે જેને કારણે આ મહત્ત્વપૂર્ણ છે:
COVID-19ની રસી (વૅક્સિન)માંથી રક્ષણ મેળવવા માટે તમારા શરીરને ઓછામાં ઓછો બે અઠવાડિયાનો સમયગાળો લાગે છે. આનો મતલબ એ થયો કે ભલે તમને રસી (વૅક્સિન) મેળવ્યા પહેલાં COVID-19 થયો હોય, અથવા તો રસી (વૅક્સિન) મૂકાવ્યા પછીનાં બે અઠવાડિયાનાં સમયગાળામાં COVID-19 થયો હોય, તેમ છતાં, હજુ પણ તમે COVID-19થી બીમાર પડી શકો તેમ છો. એટલા માટે, રોગ અવરોધક રસી (વૅક્સિન) મૂકાવી લીધા પછી જો તમને COVID-19નાં લક્ષણો હોવાનો અનુભવ થતો હોય, તો પરીક્ષણ કરાવી લો.
રસી (વૅક્સિન) તમામ લોકોને COVID-19 થવામાંથી બચાવી શકશે નહીં. ત્યાર પછી, જે લોકોને કોરોનાવાયરસ લાગુ થાય છે, તેઓ માટે બહુ ઓછી શક્યતા રહેલી છે કે તેઓ ગંભીર માંદગીનો અનુભવ કરશે.
ઉપલબ્ધ રસીઓ (વૅક્સિન્સ) અત્યંત અસરકારક હોવા છતાં, તમે એવી ઓછી સંખ્યા ધરાવતા લોકોમાં સામેલ થઈ શકો છો જેઓ રોગ-પ્રતિરક્ષા ધરાવતા ન હોય. તેમ છતાં, જો તમે લોકો સાથે એકદમ નજીકમાં રહીને વાતચીત કરો અથવા તો લોક-સ્વાસ્થ્યના પગલાંને અનુસરો નહીં, તો તમે હજુ પણ COVID-19ને ફેલાવી શકો છો.

ના, COVID-19ની રસી (વૅક્સિન) મેળવવી એ સંપૂર્ણપણે સ્વૈચ્છિક બાબત છે. એ તમારી પસંદગીની બાબત છે કે તમારે COVID-19ની રસી (વૅક્સિન) મેળવવી જોઈએ કે નહીં.

કૅનેડાનાં તમામ નિવાસીઓ, દેશાગમનની સ્થિતિની દરકાર કર્યા વિના, COVID-19ની રસી (વૅક્સિન) લેવા માટે પાત્ર છે. તમારે માન્ય PHN ધરાવવાની જરૂર નથી. હાલમાં, જે વ્યક્તિઓ 18 અને તેથી વધુ વયનાં છે, માત્ર તેઓ જ Moderna, AstraZeneca, અને Johnson & Johnsonની રસીઓ (વૅક્સિન્સ) મેળવવાને પાત્ર છે. જે વ્યક્તિઓ 12 અને તેથી વધુ વયનાં છે, તેઓ Pfizer-BioNTechની રસી (વૅક્સિન) લેવા માટે પાત્ર છે.