તમારી રોગ અવરોધક રસી (વૅક્સિન) મૂકાવી લીધા પછી

નીચેની માહિતીને આ વેબસાઈટ માટે કૅનેડાની સરકાર તેમજ અન્ય વૈજ્ઞાનિક અને તબીબી સ્ત્રોતોનો ઉપયોગ કરીને તબીબી વ્યાવસાયિકો તેમજ લોક-સ્વાસ્થ્યનાં નિષ્ણાતો દ્વારા વિકસાવવામાં આવી છે. અલબત્ત તેનો હેતુ એક તબીબી સલાહ તરીકે આપવાનો નથી. જો COVID-19ની રસી (વૅક્સિન) સાથે સંબંધિત જો તમારે કોઈ પ્રશ્નો હોય તો હંમેશાં એક લાયકાત ધરાવનાર સ્વાસ્થ્ય સંભાળ આપનારની સલાહ લો.

અમે એવું ખાતરીપૂર્વક કહી શકીએ નહીં, તેમ છતાં પણ એ બાબત શક્ય છે કે, ભલે તમે રોગ અવરોધક રસી (વૅક્સિન) મૂકાવડાવી હોય, તો તમને હજુ પણ કોરોનાવાયરસ હોઈ શકે છે. ભલે અમને ખબર છે કે રસી (વૅક્સિન) લોકોને માંદા પડવામાંથી બચાવશે અને તમે રોગ-પ્રતિરક્ષિત થઈ ગયા છો, તેમ છતાં પણ એ શક્ય છે કે તમે હજુ પણ કોરોનાવાયરસ ધરાવતા હો અને અન્ય લોકોને ચેપ લગાડી શકતા હો. જેમ-જેમ નૈદાનિક અજમાયશો ચાલુ રહેશે અને વાસ્તવિક દુનિયાની માહિતીનાં વિશ્લેષણમાંથી તારવવામાં આવતો નૈદાનિક પુરાવો શોધાતો રહેશે, તેમ-તેમ આપણે નવું-નવું જાણતાં રહીશું. ત્યાં સુધીમાં, જ્યાં સુધી તમામ કૅનેડાનાં નાગરિકો સંપૂર્ણપણે રોગ અવરોધક રસી (વૅક્સિન) મૂકાવી ન લે, ત્યાં સુધી આપણે તમામ સમયે માસ્ક પહેરી રાખવા પડશે, ઘરમાં નિવાસ ન કરતા હોય તેવી બહારની વ્યક્તિઓથી સલામત અંતર જાળવવાની આદત કેળવવી પડશે, તેમજ લોક-સ્વાસ્થ્યની ભલામણોને અનુસરવાનું ચાલુ રાખવું પડશે.

શરીર માટે રોગ અવરોધક રસી (વૅક્સિન) મૂકાવી લીધાના બીજા ડોઝ પછી રોગ-પ્રતિરક્ષાનું નિર્માણ કરતા લગભગ બે અઠવાડિયાનો સમય લાગે છે. રસી (વૅક્સિન) પાસે રક્ષણ પૂરું પાડવાનો પૂરતો સમય ન હોવાને કારણે, એવી કોઈ વ્યક્તિ હોઈ શકે છે જે, કાં તો રોગ અવરોધક રસી (વૅક્સિન) મૂકાવ્યા પહેલાં અથવા તો પછી, કોરોનાવાયરસથી ચેપગ્રસ્ત બની શકે છે.

એટલા માટે જ આનું કારણ એ છે કે રસીઓ (વૅક્સિન્સ)નાં બે ડોઝિસની પૂર્ણ શ્રેણી લેવાની જરૂર પડે છે.

COVID-19નો પ્રથમ ડોઝ લીધા પછી શરૂઆતની અસરકારકતા ક્યારનીયે ખૂબ જ વધુ હોય છે (80-92%) અને તે ઓછામાં ઓછું થોડા મહિનાઓ સુધી ટકે છે.

સિંગલ ડોઝ પછી અન્ય મલ્ટિ-ડોઝ રસીકરણનો અનુભવ સૂચવે છે કે સતત રક્ષણ છ મહિના અથવા વધુ સમય સુધી ટકી શકે છે. હકીકતમાં, ઘણા અભ્યાસોએ દર્શાવ્યું છે કે તમે જેટલો વધારે લાંબો સમય રાહ જુઓ તેટલો તમને વધુ બૂસ્ટર પ્રતિરક્ષા પ્રતિસાદ મળશે. તેથી આને વિજ્ઞાનનું સમર્થન છે.

અને મોટાભાગની રસીઓ માટે, એન્ટિબોડીના સ્તર (રોગપ્રતિકારક શક્તિ) સમય જતાં નીચા જશે, અને અચાનક જ રક્ષણાત્મક સ્તરથી નીચે આવતા નથી. મહિનાઓ અથવા વર્ષો પછી પણ, અન્ય રસી (વૅક્સિન)નો ડોઝ પ્રતિરક્ષાને ઉચ્ચ સ્તર પર વધારી શકે છે, જે લાંબા સમય સુધી રક્ષણ આપે છે.

હવે જ્યારે કૅનેડામાં આપણી પાસે વધુ વિશ્વસનીય રસી (વૅક્સિન) પુરવઠો ઉપલબ્ધ છે, ત્યારે બે ડોઝ વચ્ચેની સમયરેખા ઘટાડીને આઠ અઠવાડિયા કરવામાં આવી છે.

હા, હાલ તો, જ્યાં સુધી કૅનેડાની જાહેર આરોગ્ય એજન્સી એ નક્કી નથી કરતી કે માસ્ક અને અંતર જાળવવાનું બંધ કરવાનો યોગ્ય સમય ક્યારે છે. આ એટલા માટે છે કારણ કે રસી (વૅક્સિન)ને અસરકારક બનવા માટે (રોગપ્રતિકારક શક્તિ નિર્મિત કરવા માટે) કેટલાક અઠવાડિયાનો સમય લાગે છે અને શક્ય તેટલા વધુ લોકો માટે, મહત્તમ સંરક્ષણ ફક્ત ફાયઝર-બાયોએનટેક, મોડર્ના અને એસ્ટ્રાઝેનેકા COVID-19 રસી (વૅક્સિન)ના બીજા ડોઝની સમાપ્તિ પછી જ શક્ય છે.

અમને હજુ એ બાબતની જાણ નથી થઇ જે લોકોએ રોગ અવરોધક રસી (વૅક્સિન) મૂકાવી ન હોય તેમને માટેનું રક્ષણ ક્યાં સુધી ટકે છે. mRNAની રસીઓ (વૅક્સિન્સ) પરનો પ્રવર્તમાન અભ્યાસ એવું દર્શાવે છે જે લોકોએ રોગ અવરોધક રસી (વૅક્સિન) મૂકાવી હતી તેમનામાં પાછલા છ મહિનાથી અત્યંત મજબૂત રોગ-પ્રતિરક્ષણ જોવા મળ્યું હતું. એવું જણાય છે કે રોગ-પ્રતિરક્ષણ થોડો વખત રહેશે, પરંતુ સમય જતાં, અભ્યાસથી જ આની વધુ જાણકારી મળી શકશે.

આ તબક્કે, અમે એવું ખાતરીપૂર્વક કહી શકતા નથી કે રોગ-પ્રતિરક્ષણ એક વર્ષ સુધી ટકશે કે પછી દસ વર્ષ સુધી, અથવા તો કોઈ એક તબક્કે બૂસ્ટર ડોઝ ની જરૂર પડશે કે કેમ.

COVID-19ની રોગ અવરોધક રસી (વૅક્સિન) મૂકાવ્યા પછી સામાન્યપણે શરીરને રોગ-પ્રતિરક્ષાનું નિર્માણ કરવામાં થોડા અઠવાડિયાનો સમય લાગે છે. પરંતુ એ યાદ રાખો કે Pfizer-BioNTech, Moderna, તેમજ AstraZenecaની COVID-19ની રસીઓ (વૅક્સિન્સ)નાં બે ડોઝિસ લેવાથી શ્રેષ્ઠ રોગ-પ્રતિરક્ષણને મેળવી શકાય છે. Johnson & Johnsonની COVID-19ની રસી (વૅક્સિન)માં માત્ર એક જ ડોઝ લેવાની જરૂર પડે છે.

રોગ અવરોધક રસી (વૅક્સિન) મૂકાવી લીધા પછી થોડો સમય માટે હળવી અથવા સાધારણ આડ અસરો હોવી એ સામાન્ય બાબત છે જેમાં સામેલ છે:

  • ઈન્જેક્શનનાં સ્થળ પર દુખાવો થવો, લાલાશ આવવી, ઉષ્ણતા લાગવી, ખંજવાળ આવવી અથવા સોજો આવવો,
  • અતિશય થાક લાગવો,
  • માથું દુખવું,
  • ઊબકા આવવા,
  • સ્નાયુ અથવા સાંધામાં દુખાવો, તેમજ
  • હળવો તાવ અથવા શરદી થવીને ટાઢ લાગવી.

આ એવા સામાન્ય ચિહ્નો છે કે તમારું શરીર રક્ષણનું નિર્માણ કરી રહ્યું છે તેમ જ આ એવા લક્ષણો છે જે થોડા દિવસોમાં જતા રહેવા જોઈએ.

જો તમારા લક્ષણો સૂચક જણાતાં હોય અથવા તો વણસતા જતા હોય, તો તેવા સંજોગોમાં તમારા સ્વાસ્થ્ય સંભાળ આપનારનો સંપર્ક કરો. જો તમારા લક્ષણો COVID-19ની સાથે સુસંગત હોય, તો તમારે પરીક્ષણ કરાવી લેવું જોઈએ તેમ જ જ્યાં સુધી તેનાં પરિણામો ઉપલબ્ધ ન બને ત્યાં સુધી સ્વ-વિયોજિત થઈ જવું જોઈએ.

એવું ભાગ્યે જ જોવા મળે છે કે તમને એનાફાયલૅક્સિસ (જીવનને જોખમકારક અવસ્થા) નામની ગંભીર આડ અસર થાય. સામાન્યપણે, આ અવરોધક આડ અસર રસી (વૅક્સિન) મૂકાવ્યા પછી થોડીક મિનિટોમાં અથવા તો પ્રથમ કલાક દરમિયાન થઈ શકે છે. એટલા માટે જ, જે લોકો તેમની COVID-19ની રસી (વૅક્સિન) પ્રાપ્ત કરે છે તેમને રોગ અવરોધક રસી (વૅક્સિન) મૂકાવ્યા પછી ઓછામાં ઓછું 15 મિનિટ સુધી રોકાવવાનું કહેવામાં આવે છે જેથી કરીને સ્વાસ્થ્ય સંભાળનાં કર્મચારીવર્ગ એવી કોઈ પણ ગંભીર પ્રતિક્રિયાઓ માટે વ્યક્તિઓ પર દેખરેખ રાખી શકે.

આડ અસરોથી એ બાબતનો સંકેત મળતો નથી કે શું રસી (વૅક્સિન) કામ કરી રહી છે કે નહીં.

એ બાબત સાચી છે કે આડ અસરો એ સામાન્ય ચિહ્નો છે કે રસી (વૅક્સિન) કામ કરી રહી છે અને તમારું શરીર રક્ષણનું નિર્માણ કરી રહ્યું છે. તેમ છતાં, આનો મતલબ એવો પણ નથી કે જો તમારે કોઇ આડ અસરો ન હોય તો ચિંતિત થવું જોઈએ નહીં. દાખલા તરીકે, mRNAની રસીઓ (વૅક્સિન્સ)એ 90%થી વધુ પ્રાપ્તકર્તાઓને નૈદાનિક અજમાયશોમાં રક્ષણાત્મક રોગ-પ્રતિરક્ષણ પૂરું પાડ્યું, પરંતુ 50%થી પણ વધુ એવી વ્યક્તિઓ હતી જેમણે કોઈ આડ અસરો વિશે જણાવ્યું ન હતું. બીજા શબ્દોમાં કહીએ, તો મોટાભાગના લોકોને કોઇપણ પ્રતિક્રિયાઓનો અનુભવ થયો ન હતો, તેમ છતાં પણ તેઓનું સંપૂર્ણપણે રોગ-પ્રતિરક્ષણ મળ્યું હતું.

એટલા માટે, જો તમને COVID-19ની રસી (વૅક્સિન) લીધા પછી કોઈ પણ આડ અસરો લાગી ન હોય, તો તે એવી કોઈ બાબત નથી જેમાં તમારે કોઈ ચિંતા કરવાની જરૂર હોય — તમારી પાસે એ સમાન રક્ષણ છે જે કોઈ અન્ય વ્યક્તિએ આડ અસરનો અનુભવ લઈને મેળવ્યું છે!