નીચેની માહિતીને આ વેબસાઈટ માટે કૅનેડાની સરકાર તેમજ અન્ય વૈજ્ઞાનિક અને તબીબી સ્ત્રોતોનો ઉપયોગ કરીને તબીબી વ્યાવસાયિકો તેમજ લોક-સ્વાસ્થ્યનાં નિષ્ણાતો દ્વારા વિકસાવવામાં આવી છે. અલબત્ત તેનો હેતુ એક તબીબી સલાહ તરીકે આપવાનો નથી. જો COVID-19ની રસી (વૅક્સિન) સાથે સંબંધિત જો તમારે કોઈ પ્રશ્નો હોય તો હંમેશાં એક લાયકાત ધરાવનાર સ્વાસ્થ્ય સંભાળ આપનારની સલાહ લો.
તમે રોગ અવરોધક રસી (વૅક્સિન) મૂકાવી એ રેકૉર્ડને તમારા પ્રૉવિન્શિઅલ અથવા ટેરિટોરિઅલ સ્વાસ્થ્ય સત્તાધિકારી દ્વારા સંગ્રહિત કરવામાં આવશે. સામાન્યપણે એવું કહી શકાય કે તમારી COVID-19ની રોગ અવરોધક રસી (વૅક્સિન) મૂકાવવાનાં રેકૉર્ડની એક કાગળની અને/અથવા ઈલેક્ટ્રૉનિક નકલ તમને પૂરી પાડવામાં આવશે. એ સમજવા માટે કે કયા-કયા દસ્તાવેજનાં પુરાવા પૂરા પાડવામાં આવશે, કૃપા કરીને તમારા સ્થાનિક સ્વાસ્થ્ય સત્તાધિકારમાં અથવા રોગ અવરોધક રસી (વૅક્સિન) મૂકાવતા ક્લિનિકમાં તપાસ કરો.
હા, તમારે એવી કોઈ વ્યક્તિની જરૂર છે જે તમને રોગ અવરોધક રસી (વૅક્સિન) મૂકાવવાની પ્રક્રિયામાં મદદ કરી શકે, અથવા તો જો તમને મદદની જરૂર હોય અથવા તો અર્થઘટન કરાવવાની જરૂર હોય, તો તેવા સંજોગોમાં તમે કોઈ એક વ્યક્તિને તમારી સાથે લાવી શકો છો.
તમારે તમારી સાથે તમારી આયોજિત મુલાકાતની પુષ્ટિ (નોંધણી) આપતી મુદ્રિત અથવા ઈલેક્ટ્રૉનિક નકલ લાવવી પડશે. જો તમારી પાસે તમારું કેલ્થ કાર્ડ પત્રક હોય, તો તેને પણ તમારે તમારી સાથે લાવવું જોઈએ.