રસી (વૅક્સિન) લેવાથી સ્વાસ્થ્ય અને સલામતી

નીચેની માહિતીને આ વેબસાઈટ માટે કૅનેડાની સરકાર તેમજ અન્ય વૈજ્ઞાનિક અને તબીબી સ્ત્રોતોનો ઉપયોગ કરીને તબીબી વ્યાવસાયિકો તેમજ લોક-સ્વાસ્થ્યનાં નિષ્ણાતો દ્વારા વિકસાવવામાં આવી છે. અલબત્ત તેનો હેતુ એક તબીબી સલાહ તરીકે આપવાનો નથી. જો COVID-19ની રસી (વૅક્સિન) સાથે સંબંધિત જો તમારે કોઈ પ્રશ્નો હોય તો હંમેશાં એક લાયકાત ધરાવનાર સ્વાસ્થ્ય સંભાળ આપનારની સલાહ લો.

જો તમે વિચારી રહ્યા છો કે શું તમે તમારા પ્રદેશમાં COVID-19ની રસી (વૅક્સિન) મેળવવા માટે પાત્ર છો કે કેમ, અથવા તો તમે COVID-19ની રસી (વૅક્સિન) મેળવવા માટે કોઈ મુલાકાત આયોજિત કરવા માગતા હો, તો તમે જ્યાં નિવાસ કરો છો ત્યાં સૌથી તાજી એવી અપ–ટુ–ડેટ માહિતી મેળવવા અને બુકિંગનાં વિકલ્પો શોધવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.

બ્રિટિશ કૉલમ્બિયા
આલ્બર્ટા
સાસ્કાચેવાન
મૅનિટોબા
ઑન્ટૅરિઓ
ક્યુબેક
ન્યૂ બ્રુન્સવિક
નોવા સ્કૉટીયા
Newfoundland and Labrador
પ્રિન્સ એડવર્ડ આઈલૅન્ડ
Northwest Territories
નૂનાવટ
યૂકૉન

કૅનેડામાં ઉપયોગ માટે માન્ય કરવામાં આવેલી COVID-19ની રસીઓ (વૅક્સિન્સ) ઈંડા, જિલેટીન, ડુક્કરનું માંસ, ગૌમાંસ, ગર્ભને લગતા ઉત્પાદનો, પારો, ફોર્માલ્ડિહાઇડ એલ્યુમિનિયમ, થાઈમેરોસલ, અથવા લેટેક્સ ધરાવતી નથી તેમજ એવા કોઈ ઘટકો ધરાવતી નથી જેને આહારના નિયમો અથવા ધાર્મિક કારણોસર પ્રતિબંધિત કરવામાં આવે.
પ્રત્યેક રસી (વૅક્સિન) માટેનાં ઘટકોની સંપૂર્ણ સૂચિ અહીં જોવા મળી શકે છે:

Pfizer-BioNTech: https://www.canada.ca/en/health-canada/services/drugs-health-products/covid19-industry/drugs-vaccines-treatments/vaccines/pfizer-biontech.html

Moderna: https://www.canada.ca/en/health-canada/services/drugs-health-products/covid19-industry/drugs-vaccines-treatments/vaccines/moderna.html

AstraZeneca: https://www.canada.ca/en/health-canada/services/drugs-health-products/covid19-industry/drugs-vaccines-treatments/vaccines/astrazeneca.html

Johnson & Johnson: https://www.canada.ca/en/health-canada/services/drugs-health-products/covid19-industry/drugs-vaccines-treatments/vaccines/janssen.html

કોઈ પણ પગલાં અવગણવામાં આવ્યા ન હતા અને સલામતીની તમામ પ્રક્રિયાઓને અનુસરવામાં આવી હતી. તકનિકી પ્રગતિને લીધે તેમજ બિન-તબીબી ભાગોની મંજૂરીનાં વિકાસને ઝડપી બનાવવાને લીધે (અમલદારશાહી પ્રક્રિયાઓ અને આપોઆપ મંજૂરી મેળવવાને લીધે) રસીઓ (વૅક્સિન્સ) ઝડપથી વિકસાવવામાં આવી હતી.

ના. રસી (વૅક્સિન)માં ઉપયોગમાં લેવાયેલું પ્રોટીન ક્યારેય તમારા DNA સાથે ક્રિયાપ્રતિક્રિયા કે બદલતું નથી. તે રોગ અવરોધક રસી (વૅક્સિન) મૂકાવી લીધા પછી કલાકોમાં કુદરતી રીતે નાશ પામે છે, અને જો તમે ક્યારેય COVID-19નાં વાયરસનાં સંપર્કમાં આવો, તો તેવા સંજોગોમાં તે બાહ્યરોગના જંતુઓનો સામનો કરનારા લોહીમાંના તત્ત્વો કેવી રીતે બનાવવા તેની સૂચનાઓ પછીથી આપે છે.

હેલ્થ કૅનેડા દ્વારા Pfizer-BioNTechની રસી (વૅક્સિન) 12 અથવા વધુ વય ધરાવતા બાળકો માટે માન્યતા મેળવવામાં આવી છે.

Moderna, AstraZeneca, અને Johnson & Johnsonની રસીઓ (વૅક્સિન્સ)ને હેલ્થ કૅનેડા દ્વારા 18 અથવા વધુ વય ધરાવતી વ્યક્તિઓ માટે માન્યતા મેળવવામાં આવી છે.

નાની ઉંમરનાં બાળકોમાં COVID-19ની રસીઓ (વૅક્સિન્સ)ની સલામતી અને અસરકારકતાને નક્કી કરવા માટે હાલમાં અભ્યાસો ચાલી રહ્યા છે.

આ સમયે કૅનેડામાં COVID-19ની રસીઓ (વૅક્સિન્સ)ને અન્ય રસીઓ (વૅક્સિન્સ)ની જેમ એક જ સમયે આપવી જોઈએ નહીં. જોકે, યૂ.એ.સમાં, COVID-19ની રસીઓ (વૅક્સિન્સ)ને સમયની ચિંતા કર્યા વિના આપી શકાય છે, જેમાં COVID-19ની રસીઓ (વૅક્સિન્સ) અને બીજી રસીઓ (વૅક્સિન્સ)ને એક જ દિવસે આપવાનો સમાવેશ થાય છે. તમારે તમારા સ્વાસ્થ્ય સંભાળ આપનાર જોડે ચર્ચા કરવી જોઇએ જો આ તમારા માટે જરૂરી છે કે નહીં.

મોટાભાગે લગભગ તમામ લોકો સુરક્ષિતપણે રસી (વૅક્સિન) મેળવી શકશે, તેમ છતાં બહુ ઓછી સંખ્યામાં એવા લોકો પણ હશે જેઓએ રસી (વૅક્સિન)નાં અમુક ભાગો લેવાથી થતી ગંભીર વિશિષ્ટ ઍલર્જીઝ (વિકારવશતાઓ)ને લીધે રોગ અવરોધક રસી (વૅક્સિન) મૂકાવવાનું ટાળવું પડશે. અત્યારે COVID-19નાં ચાલી રહેલા જોખમને ધ્યાનમાં રાખીને, મોટા ભાગના લોકોને રોગ અવરોધક રસી (વૅક્સિન) મૂકાવવા માટેનું કહેવામાં આવે છે. વાસ્તવમાં, જે લોકો સ્વાસ્થ્ય અંતર્ગત એવી પરિસ્થિતિ ધરાવે છે જે નૈદાનિક રીતે એકદમ નિર્બળ હોય, તેઓને COVID-19નાં ચેપમાંથી જટિલ અસરો થવાની શક્યતા વધુ હોય અને એ લોકોએ જેટલી બની શકે તેટલી જલદી જેવી રસી (વૅક્સિન) ઉપલબ્ધ કરાવવામાં આવે કે તરત જ મેળવી લેવી જોઈએ.

સામાન્ય રીતે, ભલે તમે કોઈ બીમારી (દાખલા તરીકે, દાદર નામનું ચામડીના દરદ)માંથી સાજા થઈ રહ્યા હો, તો પણ તમારા માટે COVID-19ની રસી (વૅક્સિન) લેવી સલામત છે, પરંતુ જો તમને એવી કોઈ નવી બીમારી હોય જે તમને તમારી નિયમિત પ્રવૃત્તિઓ કરવામાંથી અટકાવતી હોય, તો જ્યાં સુધી તમે સંપૂર્ણપણે સાજા ન થઈ જાઓ ત્યાં સુધી તમારે રોગપ્રતિકારક રક્ષણ મેળવવા માટે રાહ જોવી જોઈએ. આનાંથી રસી (વૅક્સિન)ની સંભવિત આડઅસરો પારખવામાં મદદરૂપ બનશે જે જ્યાં સુધી તમે સંપૂર્ણપણે સાજા ન થાવ ત્યાં સુધી અન્ય બીમારીની સ્થિતિને વણસતાં રોકશે. ઉપરાંત, આનાથી એ બાબતની ખાતરી પણ થાય છે કે જ્યારે તમે પોતે રસી (વૅક્સિન) લઇ લીધી છે ત્યારે તમારાથી અન્ય લોકોને ચેપ ફેલાવવાનું જોખમ નથી

જો તમને COVID-19ના લક્ષણો હોય, તો તમારે ઘરે રહીને પરીક્ષણ કરાવવું જોઈએ.

લગભગ પ્રત્યેક વ્યક્તિ રસી (વૅક્સિન) સુરક્ષિતપણે મેળવી શકશે. જે લોકો નબળું રોગપ્રતિકારક તંત્ર ધરાવે છે અથવા તો શરીરની અંદર પેદા થતા સફેદ રક્ત કોશો કે બાહ્યરોગના જંતુઓનો સામનો કરનારા લોહીમાંના તત્ત્વો પરની પ્રતિરક્ષિત પ્રતિક્રિયાનાં રોગથી પીડિત છે, તેઓની સુરક્ષા બાબત કોઈ ખાસ નોંધપાત્ર કહી શકાય તેવી ચિંતા કરવાની જરૂર રહેતી નથી. જો તમારે કોઈ પ્રશ્નો હોય અને તમે કાં તો નબળું રોગપ્રતિકારક તંત્ર ધરાવતા હો અથવા તો શરીરની અંદર પેદા થતા સફેદ રક્ત કોશો કે બાહ્યરોગના જંતુઓનો સામનો કરનારા લોહીમાંના તત્ત્વો પરની પ્રતિરક્ષિત પ્રતિક્રિયાનાં રોગથી પીડિત હો, તો તમારા સ્વાસ્થ્ય સંભાળ આપનાર સાથે COVID-19ની રસીઓ (વૅક્સિન્સ) વિશે વાત કરો.

માસિક સ્ત્રાવ એ જટિલ પ્રક્રિયા છે અને તે ઘણીબધી વસ્તુથી પ્રભાવિત થઈ શકે છે, જેમ કે, પર્યાવરણીય પરિવર્તનો, માનસિક તણાવ, ઊંઘ અને કેટલીક દવાઓ. ગર્ભાશયની દીવાલની આંતઃત્વચાને વાસ્તવમાં રોગપ્રતિકારક તંત્રને સક્રિય ભાગ તરીકે લેખવામાં આવે છે. કાં તો તમે રોગ અવરોધક રસી (વૅક્સિન) મૂકાવી લીધી હોવાને કારણે અથવા તો બીમાર હોવાને કારણે, જ્યારે તમારું રોગપ્રતિકારક તંત્ર સખત રીતે કામ કરતું હોય, ત્યારે ગર્ભાશયની દીવાલની આંતઃત્વચા કેવી રીતે પ્રક્રિયા કરે છે એ બાબત તમે ફેરફારનો અનુભવ કરી શકશો. આમ, આ રીતે એ બાબત શક્ય છે કે રસી (વૅક્સિન) માસિક સ્ત્રાવ પર કોઈક રીતે અસર કરે છે.

પરંતુ, એ બાબત ભવિષ્યમાં યાદ રાખવાની જરૂર છે કે ગમે ત્યારે તમે જ્યારે કોઈ બહોળા લોકોના જૂથનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરશો, ત્યારે તેમાં હંમેશાં એવા કેટલાક લોકો હશે જેઓ તેમની માસિક સાઈકલમાં ફેરફારનો અનુભવ કરી રહ્યા હશે. જ્યારે લાખોની અગણિત સંખ્યામાં વિશ્વભરમાં રસીઓ (વૅક્સિન્સ) અપાઈ રહી છે, ત્યારે પણ એવા કેટલાક લોકો હશે જેઓ તેમની માસિક સાઈકલમાં ફેરફારનો અનુભવ કરી રહ્યા હશે. સંશોધનકારોને એવો વિશ્વાસ છે કે આ રસી (વૅક્સિન) સલામત છે, અને એવો પૂરતા પ્રમાણમાં ડૅટા પણ આપણી પાસે નથી જે એવું સૂચવતો હોય કે જો માસિક સ્ત્રાવમાં કોઈ સંભવિતપણે ફેરફાર થાય તો તે બાબતની ચિંતા કરવી જોઈએ.

રોગ અવરોધક રસી (વૅક્સિન) મૂકાવી લીધા પછી, COVID-19ની રસી (વૅક્સિન) ત્યજી દેવામાં આવતી નથી, અને એટલા માટે જે લોકોએ તાજેતરમાં જ રોગ અવરોધક રસી (વૅક્સિન) મૂકાવી લીધી હોય, તેઓ પાસે એવી અપેક્ષા નથી કે તેઓ કોઈ અન્ય વ્યક્તિનાં માસિક સ્ત્રાવ બાબત અસરગ્રસ્ત બને.

રસી (વૅક્સિન) લીધા પછી તમે જે તમારી માસિક સાઈકલમાં એવા કોઈ ફેરફારનો અનુભવ કરો છો તે હંગામી છે, અને એટલા માટે તે એવું કોઈ કારણ ન બનવું જોઈએ કે તમે રસી (વૅક્સિન) મૂકાવી શકો નહીં. તેમ છતાં, જે-જે મહિલાઓ આ બાબત ચિંતાગ્રસ્ત રહેતી હોય, તે-તે તેણીનાં ડૉક્ટર સાથે વાત કરી શકે છે કારણ કે માસિક સાઈકલ્સમાં કોઈ અન્ય કારણોસર પણ ઢીલ થઈ શકે છે.

કૅનેડિયન સોસાયટી ઑફ અબ્સ્ટેટ્રિક્સ ઍન્ડ ગાઇનેકૉલૉજી (SOGC), રોગ-પ્રતિરક્ષણ પર નૅશનલ ઍડ્વાઇઝરિ કમિટી, તેમજ કૅનેડામાં રહેલા લોક-સ્વાસ્થ્યનાં નિષ્ણાતો, એ તમામ લોકો એવી સલાહ આપે છે જે-જે મહિલાઓ સગર્ભા છે અથવા તો સ્તનપાન કરાવી રહી છે તેમને જો તેઓ પાત્ર હોય અને કોઈ વિપરીત ચિહ્નો પ્રવર્તતા ન હોય તો તેઓને સગર્ભાવસ્થા દરમિયાન અને સ્તનપાન કરાવતી હોય એ દરમિયાન, અગ્રતા આપવાની જરૂર છે અને કોઈ પણ સમયે તેમને (સગર્ભાવસ્થાનાં કોઈ ત્રિમાસિક ગાળામાં) રોગ અવરોધક રસી (વૅક્સિન) મૂકાવવી શકાય છે. જો તમારે કોઈ પ્રશ્નો હોય અને જો તમે સગર્ભા હો અથવા તો સગર્ભા બનવા માટેનું આયોજન કરી રહ્યા હો અથવા તો સ્તનપાન કરાવી રહ્યા હો, તો તેવા સંજોગોમાં તમે તમારા સ્વાસ્થ્ય સંભાળ આપનાર સાથે COVID-19ની રસીઓ (વૅક્સિન્સ) વિશે વાત કરી શકો છો.

એવો કોઈ પણ પુરાવો નથી કે કોઈ પણ રસી (વૅક્સિન), જેમાં COVID-19ની રસી (વૅક્સિન)નો પણ સમાવેશ થાય છે, તે કાં તો મહિલા અથવા તો પુરુષની પ્રજનનક્ષમતા પર અસર કરે છે.

એવા બહુ ઓછા કારણો છે જેમાં કોઈ વ્યક્તિએ COVID-19ની રસી (વૅક્સિન) લેવી જોઈએ નહીં.

જો આ કારણો હોય, તો તમારે રસી (વૅક્સિન) લેવી જોઈએ નહીં:

1. રસીઓ (વૅક્સિન્સ)માં રહેલા ઘટકો પૈકીનાં કોઈ પણ ઘટકમાં ગંભીર વિશિષ્ટ ઍલર્જીઝ (વિકારવશતા) ધરાવતા હો: mRNA રસીઓ (વૅક્સિન્સ)માં જે એક ઘટક જોવા મળ્યું છે તે ઓછી જોવા મળતી ગંભીર વિશિષ્ટ ઍલર્જીઝ (વિકારવશતા) (એનાફાયલૅક્સિસ) એ પૉલિઈથિલિન ગ્લાયકોલ (PEG) છે, જેને કેટલાક સૌંદર્યપ્રસાધનોમાં, ત્વચાકીય સંભાળનાં ઉત્પાદનોમાં, રેચક દવાઓોમાં, કેટલાક પ્રોસેસ કરેલા ખાદ્યોમાં અને પીણાંમાં તેમજ અન્ય ઉત્પાદનોમાં જોવા મળે છે. નોંધ: PEG AstraZenecaની રસી (વૅક્સિન) તેમજ Johnson & Johnsonની રસીઓ (વૅક્સિન્સ)માં નથી. AstraZeneca તેમજ Johnson & Johnsonની રસીઓ (વૅક્સિન્સ)માં સંકળાયેલ ભાગ્યે જ જોવા મળતું ઘટક જે ગંભીર વિશિષ્ટ ઍલર્જીઝ (વિકારવશતા) ધરાવે છે તે પૉલિસોર્બેટ 80 છે — તે દવાની તૈયારીમાં પણ જોવા મળે છે (દાખલા તરીકે, વિટામીનનાં તેલ, ટૅબ્લેટ્સ અને કૅન્સરવિરોધી કારકો) અને સૌંદર્યપ્રસાધનોમાં.

2. અગાઉના COVID-19ના ડોઝની રસી (વૅક્સિન)માં અથવા તો રસી (વૅક્સિન)નાં કોઈ પણ ભાગમાં જીવન જોખમમાં મૂકાતું હોય, તેવી પ્રતિક્રિયા જોવા મળેલી છે.

જો તમારે કોઈ એનાફાયલૅક્ટિક પ્રતિક્રિયા (એટલે વૅક્સિન લેવા પર જીવનને જોખમકારક અસર) થઈ હોય પરંતુ તેના કારણ વિશે ખબર ન હોય તો તમે તમારા સ્વાસ્થ્ય સંભાળ આપનાર સાથે વાત કરો. રસીઓ (વૅક્સિન્સ) (એનાફાયલૅક્સિસ) પ્રત્યે જીવન જોખમમાં મૂકતી વિશિષ્ટ ઍલર્જીઝ (વિકારવશતાઓ) અત્યંત જૂજ છે — લોકો કલ્પના કરે છે તેનાં કરતાં પણ અત્યંત પ્રમાણમાં જૂજ. અનેક કેસોમાં એનાફાયલૅક્સિસને અટકાવી શકાય તેમ છે અને તમામ કેસોમાં તેની સારવાર થઈ શકે છે. કૅનેડામાં રહેલા તમામ રોગપ્રતિકારક પ્રદાતાસ્વાસ્થ્ય સંભાળ આપનારાઓએ ફરજિયાતપણે તાલીમ લેવી પડે છે તેમજ એનાફાયલૅક્સિસ અંગે સક્રિયપણે સાવધ રહેવું પડે તેમજ તાત્કાલિકપણે તેની સારવાર કરવી પડે. ભાગ્યે જ, વિશિષ્ટ ઍલર્જીઝ (વિકારવશતા)ની સારવાર કરતા ડૉક્ટર અને તબીબી સ્વાસ્થ્ય અધિકારીની ભલામણો પર, વ્યક્તિ હૉસ્પિટલનાં માળખાંમાં રહીને પણ રસી (વૅક્સિન) મેળવી શકે છે.

એ બાબતની ભલામણ કરવામાં આવતી નથી કે તમે જ્યારે તમારી અગાઉથી યોજેલી મુલાકાત દરમિયાન માદક પદાર્થોનું સેવન કરીને અથવા દારૂ ઢીંચીને રોગ અવરોધક રસી (વૅક્સિન) મૂકાવવા આવો નહીં. આમ એટલા માટે નથી કે રસી (વૅક્સિન)ની સુરક્ષા બાબત ચિંતા કરવામાં આવી છે (કે માદક પદાર્થ રસી (વૅક્સિન)માં ખલેલ પહોંચાડે છે) પરંતુ આમ એટલા માટે કરવામાં આવે છે કે તમારા સ્વાસ્થ્ય સંભાળ આપનારને તમને રસીઓ (વૅક્સિન્સ) આપ્યા પહેલાં તમારી પાસેથી સૂચિત સંમતિપત્રક લેવાની જરૂર પડે છે. દારૂનું સેવન કરવાથી સ્વાસ્થ્ય માહિતી વિશે સંપૂર્ણપણે સમજીને પ્રશ્નો પૂછવાની તમારી ક્ષમતામાં ક્ષતિ (ઘટાડો) જોવા મળી શકે છે.

દારૂનો ઉપયોગ તેમજ COVID-19ની રસીઓ (વૅક્સિન્સ)ની અસરકારકતા વિશે એવા કોઈ અભ્યાસો હાથ ધરવામાં આવ્યા નથી. જે લોકો ઍલક્હૉલ યુઝ ડિસૉર્ડર (AUD) સાથે સંઘર્ષ કરી રહ્યા હોય, તેઓ સમાધાનયુક્ત (વધુ નબળું) રોગપ્રતિકારક તંત્ર ધરાવતા હોઈ શકે છે અને તેઓએ તેમનાં સ્વાસ્થ્ય સંભાળ આપનાર સાથે વાત કરવી જોઈએ. નિષ્ણાતનો અભિપ્રાય એ છે કે જો આપણે દારૂના સેવનનો સાધારણ પ્રમાણમાં ઉપયોગ કરતાં હોઈએ તો તેનાંથી રસી (વૅક્સિન)નાં રોગપ્રતિકારક પ્રતિભાવ પર નકારાત્મક અસર જોવા મળશે તેવી અપેક્ષા રાખતા નથી.

જો તમે કૅનાબિસ જેવા માદક દ્રવ્યનું સેવન કરતા હો, તો તમારા માટે COVID-19ની રસી (વૅક્સિન) લેવી સલામત છે.

તેમ છતાં પણ, અમે એવી ભલામણ કરીએ છીએ કે જ્યારે તમારી યોજેલી મુલાકાત હોય, ત્યારે તમે તેનું ખૂબ સેવન કર્યું હોય એવી અવસ્થામાં રસી (વૅક્સિન) મૂકાવવા જતા નહીં. આમ એટલા માટે નથી કે રસી (વૅક્સિન)ની સુરક્ષા બાબત ચિંતા કરવામાં આવી છે (કે ઘેન ચડે તેવાં મારિઉઆનાના વપરાશથી રસી (વૅક્સિન)માં ખલેલ પહોંચે છે) પરંતુ આમ એટલા માટે કરવામાં આવે છે કે તમારા સ્વાસ્થ્ય સંભાળ આપનારને તમને રસીઓ (વૅક્સિન્સ) આપ્યા પહેલાં તમારી પાસેથી સૂચિત સંમતિપત્રક લેવાની જરૂર પડે છે. ઘેન ચડે તેવાં મારિઉઆનાના સેવનથી સ્વાસ્થ્ય માહિતી વિશે સંપૂર્ણપણે સમજીને પ્રશ્નો પૂછવાની તમારી ક્ષમતામાં ક્ષતિ (ઘટાડો) જોવા મળી શકે છે.

કૅનાબિસ જેવા માદક દ્રવ્યનું સેવન તેમજ COVID-19ની રસીઓ (વૅક્સિન્સ)ની અસરકારકતા વિશે એવા કોઈ અભ્યાસો હાથ ધરવામાં આવ્યા નથી. એવા મહત્ત્વપૂર્ણ પુરાવા છે જેનાંથી એ સૂચિત થાય છે કે કૅનાબિસ જેવા માદક દ્રવ્યનું સેવન કરવાથી વ્યક્તિનાં શ્વસનતંત્ર તેમજ રોગ-પ્રતિરક્ષિત સક્ષમતા પર નકારાત્મક પરિણામો જોવા મળી શકે છે અને એટલે એ બાબત વધુ મહત્ત્વપૂર્ણ છે કે તમે જેનું ધૂમ્રપાન કરો છો એ વાયરસમાંથી તમારી જાતને બચાવવા માટે તમે COVID-19ની રસી (વૅક્સિન) મેળવો.